હળવદમાં ડો. બાબાસાહેબ આંબેડકરને 64મી પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાસુમન અર્પણ કરાઈ

- text


પરિનિર્વાણ દિન નિમિતે રાજકીય, સામાજિક સહિત સમસ્ત અનુ. જાતિના આગેવાનો અને યુવાનોએ પુષ્પાંજલિ પાઠવી : ટીકર રોડ ખાતે આવેલ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પોથી શણગારી મીણબતી પ્રગટાવાઈ

હળવદ : હળવદના ટીકર રોડ પર આવેલ ડો. આંબેડકર સર્કલ ખાતે ગઈકાલે ૬ ડિસેમ્બરના રોજ પરિનિર્વાણ દિન નિમિતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મીણબતી પ્રગટાવી પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકીય, સામાજિક તેમજ સમસ્ત અનુ. જાતિના આગેવાનો અને યુવાનોએ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક એકતા અગ્રણી, સમાજ સુધારક અને દેશની એકતા – અખંડિતતાના પ્રણેતા ડો.બાબા સાહેબ આંબેડકરની ૬૪મી પુણ્યતિથિ નિમિતે આજે ૬ ડિસેમ્બરના રોજ હળવદના ટીકર રોડ ખાતે આવેલ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. તો સાથે જ આજરોજ મહામાનવના પરિનિર્વાણ દિન નિમિતે ડો.આંબેડકર સર્કલને ફુલોથી શણગારવામાં આવ્યું હતું. તેમજ ડો. આંબેડકર સર્કલને ચારેકોર મીણબતી પ્રગટાવી શ્રધ્ધાસુમન પાઠવવામાં આવી હતી. આ તકે હળવદ સમસ્ત અનુ. જાતિ સમાજ અને રાજકીય, સામાજિક આગેવાનો તેમજ યુવાનોએ ડો. બાબા આંબેડકર સર્કલ ખાતે ડો.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવી હતી.

- text

- text