મોરબી : કોવિડ સેન્ટરમાંથી ફરાર થયેલો કોરોનાગ્રસ્ત દર્દી બોગસ વીમા પોલિસી પ્રકરણનો આરોપી હતો!!

- text


 

આરોપીએ કોરોનાનો ફાયદો ઉઠાવ્યોને નાસી ગયો, 4 કલાક બાદ આરોપી હજુ પોલીસ પકડથી દૂર

મોરબી : મોરબીના ઘૂંટું ગામે આવેલ કોવિડ સેન્ટરમાંથી કોરોનાગ્રસ્ત દર્દી ફરાર થઈ ગયો હોવાની બપોરના અરસામાં ઘટના સામે આવી હતી. ત્યારે ફરાર દર્દી કોણ હતો તે હજુ જાહેર થયું ન હતું. હાલ આ દર્દીની ઓળખ મળી છે આ દર્દી બોગસ વીમા પોલિસીના કેસમાં ફરાર થયેલો આરોપી હતો જે હજુ બે દિવસ પૂર્વે જ પોલીસના હાથમાં આવ્યો હતો અને આજે કોરોનાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો છે.

- text

આ આરોપી પ્રશાંત વજુભાઇ કોડીનારીયા ઉ.વ.33 રહે. હાલ પટેલ પાર્ક, ગ્રીન સિટી સામે, વૃંદાવન સોસાયટી-1વાળો મોરબી તાલુકા પોલીસ મથકના બોગસ વીમા પોલિસીના ગુનામાં છેલ્લા 10 માસથી નાસતો ફરતો હતો. જેની તા.3ના રોજ અટકાયત કર્યા બાદ નિયમોનુસાર પોલીસ તંત્ર દ્વારા તેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ઘુટુ ખાતે આવેલા કોવિડ સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. બાદમાં આજે તે મોકો જોઈને બપોરના અઢી વાગ્યાના અરસામાં નાસી છૂટ્યો હતો. હાલ તેને પકડવા પોલીસે નાકાબંધી કરી છે અને ચક્રો ગતિમાન કર્યા છે. અંદાજે 4 કલાકથી વધુ સમય વીતી ગયો છે. પણ આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.

- text