લગ્ન સમારોહમાં 100 અને અંતિમવિધિમાં 50 લોકો જ સામેલ થઈ શકશે : કાલે મંગળવારથી અમલ

- text


 

મોરબી : રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. જેમાં લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકાથી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.

- text

મૃત્યુ ના કિસ્સામાં અંતિમ વિધિ / ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી છે. જે શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલ માં છે તે શહેરોમાં કરફ્યુ સમય દરમિયાન લગ્ન/ સત્કાર કે અન્ય સમારોહની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ નિર્ણયોનો અમલ સમગ્ર રાજ્યમાં આવતીકાલે મંગળવારની મધ્યરાત્રિથી કરવામાં આવશે.

- text