કલ્યાણપર ગ્રામ પંચાયત દ્વારા ગામલોકોના ટેમ્પરેચર અને પલ્સની સઘન ચકાસણી કરાઈ

- text


વધતા જતા કોરોના વાઈરસને અટકાવવા આગોતરૂ આયોજન ઘડી કાઢ્યું, કોરોના યોદ્ધા તરીકે કામ શરૂ

ટંકારા : દિવાળી પછી કોરોના પોઝીટીવ કેસ વધતા જતા હોવાનું સામે આવ્યું છે. તેથી, ટંકારાના કલ્યાણપર ગ્રામ પંચાયત દ્વારા વધતા જતા કોરોના વાઈરસને અટકાવવા આગોતરૂ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે અને કોરોના યોદ્ધા તરીકે કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રામ્ય યોદ્ધાઓની કામગીરી સંભાળતા તલાટી કમ મંત્રી કિશોર ભટાસણા અને યુવા જાગૃત સરપંચ દિનેશભાઈ વાધરિયાએ આજે સવારથી કલ્યાણપર ગામના વયોવૃદ્ધથી માંડીને યુવાનોને બોલાવીને ટેમ્પરેચર અને પ્લસ માપ્યા હતા. ત્યારે સામાન્ય તાવ, ઉધરસ, શરદી અને નાના-મોટા પ્રસંગે કે બહારગામ જવાનું થાય તો માસ્ક શોસ્યલ ડિસ્ટનસિંગ પાળી જાગૃતિ લાવવા અપીલ કરી હતી.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text