હળવદ નજીક એસટી બસ ટ્રેઇલર પાછળ અથડાતા અકસ્માત

- text


પોલીસે ફરિયાદને પગલે એસટી બસ ડ્રાઇવરની ધરપકડ કરી

હળવદ : હળવદ નજીક ગઈકાલે એક એસટી બસ ટ્રેઇલર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જો કે આ અકસ્માતમાં સદભાગ્યે એસટી બસમાં બેઠલા મુસાફરોને જાનહાની થઈ ન હતી. પણ અકસ્માતથી એસટી બસને નુકશાન થયું હતું. આથી, એસટી ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે તેની ધરપકડ કરી હતી.

આ અકસ્માતની ઘટનાની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના ભાણાસીમલના સંતરામપુરમાં રહેતા ઝાલોદ ડેપોમા ફરજ બજાવતા શૈલેષભાઇ રામાભાઇ ડામોર (ઉ.વ. ૩૧) એ આરોપી ઝાલોદ એસ.ટી ડેપોના ડ્રાઇવર નાથાભાઇ વીરાભાઇ તડવી સામે ફરિયાદ નોંધાવી હતી કે હળવદ માળીયા હાઇ-વે રોડ હરીદર્શન હોટલ સામે રોડ ઉપર ગઈકાલે તા.૧૨ ના રોજ આરોપી નાથાભાઇ વીરાભાઇ તડવીએ પોતાના હવાલાવાળી એસ.ટી બસ નં GJ ૧૮ Z ૩૧૬૩ વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે મણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આગળ જતા ટ્રૈઇલરના પાછળના ઠાઠામા ભટકાડી બસને નુકસાન કર્યું હતું. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપી એસટી બસચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text