મોરબીમાં જુદા-જુદા સ્થળે જાહેરમાં જુગાર રમતા 12 શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબી બી ડિવિજન પોલીસ સ્ટાફે ગઈકાલે નાના મોટા જુગારધામ ઉપર તવાઈ ઉતારી હતી અને સામાકાંઠે અલગ-અલગ સ્થળોએ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 12 શખ્સોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી બી ડિવિજન પોલીસ સ્ટાફે ગઈકાલે મોરબીમાં સો ઓરડી વિસ્તારમાં માળીયા સોસાયટી પાસે કાલીકા નળીયાના કારખાના પાસે જુગાર રમતા બેચરભાઇ છગનભાઇ ચાવડા, કીશોરભાઇ નરસીભાઇ બાબરીયા, દેવાભાઇ પુંજાભાઇ પરમાર અને ગોવીંદભાઇ લાખાભાઇ ચાવડાને રોકડ રૂ. 3,900 સાથે ઝડપી લીધા હતા. તેમજ આ જ સ્થળ માળીયા સોસાયટી પાસે કાલીકા નળીયાના કારખાના પાસે રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા કરશનભાઇ રવજીભાઇ બોસીયા, કરશનભાઇ ચકુભાઇ સોલંકી, રમેશભાઇ નાનજીભાઇ પરમારને રોકડા રૂપીયા-૨,૫૦૦ સાથે ઝડપી લીધા હતા.

- text

આ ઉપરાંત, વીસીપરા વાડી વીસ્તાર પાસે રોડ ઉપર જુગાર રમતા જુમાભાઇ આમદભાઇ જંગીયા, હુસેનભાઇ ગફુરભાઇ માલાણી, રહેમાનભાઇ નુરમામદભાઇ હાલાને રોકડા રૂપીયા-૩,૫૦૦ સાથે ઝડપી લીધા હતા અને વીસીપરા ચાર ગોદામ પાસે રોડ ઉપર જુગાર રમતા અલીભાઇ હુશેનભાઇ કટીયા, ફીરોઝભાઇ આમીનભાઇ ભટ્ટીને રોકડા રૂપીયા-૨,૯૦૦ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text