લાલપર ગામ પાસે કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

- text


મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામ પાસે સોલો સીરામીકની બાજુમાં આવેલ કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો.મૃતદેહ મળી આવ્યો છે.પોલીસે આ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા પુરુષનું કેનાલમાં ડૂબી જવાથી મોત થયાનું ખુલ્યું છે.હાલના તબક્કે મૃતકની ઓળખ મળી શકી નથી.આ મૃતકની ઉંમર આશરે ૪૦ થી ૪૫ વર્ષની છે જેને મૃતકની ઓળખ બાબતે કંઈ પણ જાણવા મળે તો તેણે તુરંત મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ફોન નંબર 02822 242592 તેમજ તપાસ કરનાર એ.એસ.આઇ સુરેશભાઈ આર ચાવડા 9879076130 ઉપર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.

- text



મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text