કુંતાસી ગામ પાસે ચાલુ બાઈકે એટેક આવતા રાજપરના આધેડનું મોત

- text


માળીયા : માળીયાના કુંતાસી ગામ પાસે ચાલુ બાઈકે એટેક આવતા આધેડનું મોત નીપજ્યું હતું. આ બનાવની માળીયા મીંયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રાજપર ગામે રહેતા નરભેરામભાઇ માવજીભાઇ બોપલીયા (ઉ.વ ૪૭) નામના આધેડ માળીયાના કુંતાસી ગામ પાસે આવેલ રીલાયન્સ સંપ પાસે પોતાનુ મોટરસાયકલ ચલાવીને પસાર થઈ રહ્યા હતા.ત્યારે કુંતાસી ગામ પાસે આવેલ રીલાયન્સ સંપ પાસે પોતાને ચાલુ બાઇકે હાર્ટએટેક આવી જતા નીચે પડતા તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. માળીયા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text



મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text