આજે ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે : રાજપર PHC દ્વારા હેન્ડ વોશ અંગે લોકોને જાગૃત કરાયા

- text


મોરબી : આજે તા.15 ઓક્ટોબરના રોજ ગ્લોબલ હેન્ડ વોશિંગ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આ દિવસને ઉજવવામાં આવ્યો છે. જેમાં રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર જેવા કે લીલાપર ગામમાં અક્ષયગીરી, લગધીરનગરમાં વિજયગીરી તથા રવાપરના ભાવેશભાઈ સહિતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા હેન્ડ વોશની સંપૂર્ણ માહિતી આપી લોકોને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ રાજપર પીએચસીના મેડિકલ ઓફિસર જાગૃતિ ગાંભવા તેમજ એમપીએચએસ દિનેશભાઈ રાકજાઁ દ્વારા પ્રતિજ્ઞા પણ લેવડાવવામા આવી હતી. આ તકે “હું માસ્ક પહેરી, વારંવાર સાબુથી હાથ ધોઈ અને સેનેટાઇઝ કરીશ. તેમજ બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખીશ.” તેવી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text