આવતીકાલ ગુરુવારે બન્ને મુખ્ય પક્ષો મોરબી-માળીયા બેઠકની ઉમેદવારી માટે ફોર્મ ભરશે

- text


બપોરે 12:39ના વિજય મહુર્તમાં ફોર્મ ભરવા માટે બીજેપી-કોંગ્રેસની તૈયારીઓને અપાતો આખરી ઓપ

મોરબી : ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની ચૂંટણી માટે મુખ્ય બે પક્ષોએ ઉમેદવારો નક્કી કરી લીધા છે. મોરબી માળીયા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ જે પટેલ તથા બીજેપીના ઉમેદવાર બ્રિજેશ મેરજા આવતીકાલે ગુરુવારે બપોરે 12:39ના વિજય મહુર્તમાં ફોર્મ ભરશે.

મોરબી માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ જે. પટેલનું ઉમેદવારી પત્ર ભરવા જવા માટેની તૈયારીના ભાગરૂપે તારીખ સવારે 10 વાગ્યે કાર્યકર્તા મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અર્જુનભાઈ મોઢવાડિયા, લલીતભાઈ વસોંયા, વિક્રમભાઈ માડમ, પ્રવીણભાઇ મૂછડિયા સહિતના પ્રદેશના આગેવાનોની ઉપસ્થિતમાં કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ ભરશે.

- text

જ્યારે બીજેપીના ઉમેદવાર બ્રિજેશ મેરજા પણ આવતીકાલે ગુરુવારે જ 12:39ના વિજય મહુર્તમાં ફોર્મ ભરશે. આ માટે ચૂંટણી ઇન્ચાર્જ સૌરભ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા ખાસ ઉપસ્થિત રહેશે. સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત નેતાઓ પણ આ તકે હાજર રહેશે. ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રીના પત્નિ અંજલિબેન રૂપાણી પણ આવે તેવી સંભાવના છે. એવી માહિતી બ્રિજેશ મેરજાએ આપી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text