જિલ્લા પંચાયતના સદસ્ય દિનાબેન કામરીયાએ ટંકારા માટે રૂ. 39 લાખ વિકાસ કામો માટે ફાળવ્યા

- text


ગામમાં કોઝવે, પીવાના પાણીની લાઈન, સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે

ટંકારા : મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય દિનાબેન અનિલભાઈ કામરીયા દ્વારા તેના મત વિસ્તારના લજાઈ ગામમા વિકાસના કામો માટે રૂ. ૩૯ લાખની રકમ ફાળવવામાં આવી છે.,જેનાથી આગામી દિવસોમાં ગામમાં સુખ-સુવિધા અને સમસ્યામાથી રાહત મળશે.

મોરબી જીલ્લા પંચાયતના સદસ્યએ ૨૦૨૦-૨૧ની ગ્રાન્ટમાથી ૧૧ લાખ લજાઈથી હડમતીયા પાણીની લાઈન માટે, મેધપર-ઝાલાના કોઝવે માટે ૩ લાખ ફાળવયા છે. તો ૨૦૧૯-૨૦ની ગ્રાન્ટમાથી સજ્જનપર ગામે સી.સી.ટી.વી. કેમેરા માટે ૫ લાખ, ધુનડા-ખાનપર ગામે વધુ વરસાદી પાણીના ફ્લોથી રક્ષણ માટે દીવાલ બનાવવા ૧.૫ લાખ, ધુનડા-વાધગઢ જવાના માર્ગ કોઝવે માટે ૨.૫ લાખ, નશિતપર સીસીટીવી કેમેરા માટે ૫ લાખ, વિરપર કેમેરા માટે ૮ લાખ, ઉમીયાનગર કોઝવે માટે ૩ લાખ એમ કુલ મળીને ૩૯ લાખની રકમ વિકાસ કામો માટે ફાળવી છે. જે આગામી દિવસોમાં આધુનિકતા અને અગવડ અને અડચણ સામે રાહત આપશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text