હળવદના દુષ્કર્મ અને વિડીયો વાયરલ કરવાના કેસમાં બન્ને આરોપી 2 દિવસના રિમાન્ડ પર

- text


કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ બન્નેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા

હળવદ : હળવદના મોરબી રોડ પર લોકડાઉન સમયે પોલીસના વાહન ચેકીંગ માટે ઉભા કરાયેલ ચેકીંગ પોઈન્ટમાં એક માનસિક બીમાર મહિલા સાથે એક શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક એક્શન લઈ દુષ્કર્મ ગુજારનાર મહેન્દ્ર ગંગારામ રાઠોડ અને વીડિયો બનાવી વાયરલ કરનાર હરેશ જાદવને ઝડપી લીધા હતા. પોલીસે જે તે સમયે આરોપીનો કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી કરી હતી જેમાં તેનો રિપોર્ટ નેગેટીવ આવતા ગઈ કાલે તેની વિધિસર ધરપકડ કરી આજે મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામા આવ્યા હતા. પોલિસે આ ઘટનામાં સંયોગીક પુરાવા મેળવવા,મેડિકલ ચેકઅપ કરવા સહિતની કાર્યવાહી માટે 3 દિવસના રિમાન્ડની માંગ કરી હતી મેજિસ્ટ્રેટ દ્વારા પોલીસની માંગણી આધારે 2 દિવસના રિમાન્ડ મંજુર રાખ્યા હતા. આગામી સમયમાં આરોપીઓને ઘટના સ્થળે લઈ તપાસ કરી સાયોગિક પુરાવા મેળવવા અને અન્ય પુછપરછની કાર્યવાહી હાથ ધરશે.

- text