મોરબીના શાપર ગામે જુના મનદુઃખ મામલે મારામારી, બેને ઇજા

- text


મહિલાએ એક શખ્સ સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના શાપર ગામે જુના મનદુઃખ મામલે મારામારી થઈ હતી. જેમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. આથી, એ શખ્સે માર માર્યાની મહિલાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના શાપર ગામે રહેતા મોંઘીબેન દેવજીભાઇ વાધેલા (ઉવ-૫૬) એ આરોપી લાલજીભાઇ વશરામભાઇ વાધેલા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૪ ના રોજ સાંજના સાત-સાડા સાત વાગ્યાની આસપાસ ફરીયાદી તથા સાહેદ સાથે ઘરની બાજુમા આવેલા વાડામા ફોરવહીલ રાખવા બાબતે વર્ષોથી મનદુઃખ ચાલતુ હોય જેનો ખાર રાખીને સાહેદને જેમફાવે તેમ ગાળો બોલતા હોય, જેને ગાળો દેવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇને લાકડી વડે સાહેદને માર મારતા હતા. જેને બચાવવા ફરીયાદી વચ્ચે પડતા આરોપીએ મારવાનુ ચાલુ રાખીને ફરીયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાનો ધમકી આપી હતી. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text