મોરબી : કોવિડ સેન્ટરમાંથી પોઝિટિવ આરોપી ભાગી જવાના કેસમાં પોલીસ ફરિયાદ નોંધાઇ

- text


કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર માટે કોવિડ સેન્ટર ખસેડાયો હતો

મોરબી : મોરબી જિલ્લાના પોલીસ મથક વિસ્તારમાં ધાડના ગુનામાં પકડાયેલ ધાડ ગેગનો સાગરિતને પોલીસે ઝડપી લીધો હતો. જેનો કોવિડ ટેસ્ટ કરતા પોઝિટિવ આવ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીના ઘુટૂ ગામ પાસે આવેલી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે આરોપી હાજર પોલીસ કર્મીઓને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. જે અંગેની જાણ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. આ અંગે તાલુકા પોલીસ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ટંકારા પોલીસ મથકમાં અગાઉ ધાડ પાડવાના ગુનામાં ફરાર મૂળ એમપીના ધાર જિલ્લાના વતની અનિલ બામણિયા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો અને તેની અટકાયત પૂર્વે કોરોના ટેસ્ટ કરતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જે બાદ મોરબીના ઘુટૂ નજીક વિસ્તારમાં આવેલા કોવિડ સેન્ટરમાં સારવાર માટે દાખલ કર્યો હતો. અને તેની પર નજર રાખવા બે પોલીસ કર્મીઓને પણ મુકવામાં આવ્યા હતા. જોકે વહેલી સવારે પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text