વિરપર ગામે યુવાનને બે શખ્સોએ માર માર્યાની ફરિયાદ

- text


ટંકારા : ટંકારાના વિરપર ગામે કોઈ બાબતે યુવાનને બે શખ્સોએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ મામલે યુવાને બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવાનની ફરિયાદ પરથી બન્ને આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના વિરપર ગામે જુના ગામમાં રહેતા જયદિપ ઉર્ફે ઘોઘો લક્ષ્મણભાઇ ચાવડા (ઉ.વ. ૨૯) એ આરોપીઓ સુરેશભાઇ પાલાભાઇ ચાવડા, લલીતભાઇ પાલાભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૪ ના રોજ ફરીયાદી સાથે કોઈ બાબતે આરોપીઓએ ઝપાઝપી કરી મુઢ માર મારી ઇજાઓ કરી આરોપીઓએ હાથમાં લોખંડનો પાઇપ તથા લાકડા હાથા વાળું ધારીયુ લઇને આવી ગાળો આપી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ટંકારા પોલીસે યુવાનની ફરિયાદ પરથી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text