મોરબી આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા કોરોના વિષય પર ‘વન મિનિટ શોર્ટ ફિલ્મ’ સ્પર્ધાનું આયોજન

- text


મોરબી : “ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર દ્વારા માન્ય “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા 10 ઓકટોબર “વિશ્વ માનસિક આરોગ્ય દિવસે” પ્રવર્તમાન (COVID-19) કોરોના વાયરસની મહામારીમાં “લોકોની જાગૃતિ અને માનસીક સ્થિતિ” એ વિષયને અનુસંધાને “ઘરે બેઠાં” (COVID-19) કોરોના વાયરસ બાબતે જાગૃતિ ફેલાવવા માટે ‘એક મિનિટનો વિડીયો ફિલ્મ’ બનાવીને સ્પર્ધકોએ મોકલવાની રહેશે.

કેટેગરી -1 (ધોરણ K.G.,1 & 2 )
(1) (COVID-19) કોરોના વાયરસ થી બચવાં માટે તમે શું શું પ્રયત્નો કરો છો.

કેટેગરી -2 (ધોરણ:- 3, 4 & 5)
(2) (COVID-19) કોરોના વાયરસ સામે જાગૃતિ ફેલાવવા માટે કેવાં કેવાં પ્રયત્નો કરો છો.

કેટેગરી -3 (ધોરણ :-6,7 & 8)
(3) (COVID-19) કોરોના વાયરસ ની મહામારી માં ગભરાહટ , આત્મ વિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્ય કેળવવા માટે તમે શું શું પગલાં ભરશો

- text

કેટેગરી-4 (ધોરણ 9 થી 12)
(4)( COVID-19 ) કોરોના વાયરસ નાં લક્ષણો જણાવો. તમે બચાવ માટે શું સાવચેતી નાં પગલાં ભરશો.

કેટેગરી-5 ( કોલેજ નાં વિધાર્થીઓ, શિક્ષકમિત્રો,તજજ્ઞો તથા વાલીઓ..)
(5) માનવ શરીર (COVID-19 ) કોરોના વાયરસ નાં ચેપ સામે પોતાનો બચાવ કઈ રીતે કરે છે.

આ કેટેગરી મુજબ સ્પર્ધકોએ ‘ઘરે બેઠાં’ પોતાના વિચારોથી COVID-19 અંગે જાગૃતિ ફેલાવવા માટે “એક મિનિટની વિડીયો ફિલ્મ” બનાવીને ગમે તે એક વોટસએપ પર મોકલવાની રહેશે. વધુ વિગત માટે અને વિડિઓ મોકલવા માટે એલ. એમ. ભટ્ટ 9824912230 / 8780127202 અને દિપેન ભટ્ટ 9727986386નો સંપર્ક કરવાનો રહેશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text