ટંકારામાં વેપારીના ખાતામાંથી ભેજાબાજોએ રૂ. 71 હજાર ઉપાડી લીધા!

- text


રૂ.દોઢ લાખ આપમેળે ઉપડી ગયા બાદ રૂ.58 હજાર પરત જમા થઈ ગયા : ચાર માસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ

ટંકારા : ટંકારામાં ઓનલાઈન રિચાર્જ અને મની ટ્રાન્સફર કરતા દુકાનદારના ખાતામાંથી ભેજાબાજે બે જ કલાકમાં ફ્રોડ કરી રૂ.૭૧ હજારથી વધુની રકમની ઉઠાંતરી કરી લીધી હતી. જો કે ચાર મહિના પછી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી હોય વાકાનેર CPI એ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાની લતીપર ચોકડી નજીક ભવાની મોબાઈલ અને ઝેરોક્ષની દુકાન ધરાવતા મીતાણા ગામના રહેવાસી ભરત મુછાળાએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તેમનું બેન્ક એકાઉન્ટ હેક કરી આજથી ચારેક માસ અગાઉ તા. ૧૯-૦૫-૨૦૨૦ ના રોજ ભેજાબાજે ટેકનોલોજીનો દુરુપયોગ કરીને તેના એકાઉન્ટમાંથી બેજ કલાકમા રૂ ૧,૩૦,૫૯૫ ઉપાડી લીધેલ કે બીજા ખાતામાં ટ્રાન્સફર કરેલ હોય જે રકમમાંથી રૂ ૫૮,૭૩૨ પાછા જમા થયેલ છે અને બાકીના રૂ ૭૧,૮૬૩ ઉપાડી લઇ કે બીજા ખાતામાં ટ્રાન્સફર કરી ઓનલાઈન ફ્રોડ કર્યાની ફરિયાદ ટંકારા પોલીસે નોંધી છે ફરિયાદ બાદ વાકાનેર ઈચા. CPI બી.પી. સોનારાએ તપાસ ચલાવી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે આધુનિક યુગમાં ટેકનોલોજીનો દુરુપયોગ કરી ભેજાબાજો આવી ધટનાને અંજામ આપતા હોય છે ત્યારે ટંકારાના વેપારીએ આ ગુનાની જાણ જે તે વખતે પોલીસને કરી હતી પરંતુ ત્યારે ફરીયાદ ન નોંધાતા આજે ધટનાના ચાર મહિના પછી ગુનો નોંધ્યો છે ત્યારે આરોપી સુધી પોલીસ પહોંચી આવા ગુના અટકે તેવી માંગ વેપારી આલમ કરી રહી છે.

- text