વવાણીયા ગામમાં વિદેશી દારૂની બોટલો સાથે એક પકડાયો, એકની શોધખોળ ચાલુ

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના વવાણીયા ગામમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ પકડાયો છે. તેમજ એક શખ્સની શોધખોળ ચાલુ છે. આ બનાવ અંગે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 24ના રોજ વવાણીયા ગામમાં કોળીવાસમાં કરણ આયદાનભાઇ ખાદા (ઉ.વ. 21, ધંધો મજુરી, રહે ચોરાવાળી શેરી પાસે)ને વ્હીસ્કીની 7 બોટલો (કી.રૂ. 2100) સાથે પકડી પાડવામાં આવ્યો છે. તેણે વિદેશી દારૂનો જથ્થો દિવ્યરાજસિંહ જાડેજા (રહે મોટા દહીસરા) પાસેથી ગે.કા પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે લીધો હતો. આથી, પોલીસે આરોપી કરણની અકાયત કરી છે. અને આરોપી દિવ્યરાજસિંહને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text