મોરબીમાં પાનના ગલ્લા પાસે IPL મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો, અન્ય એક સામે ગુનો નોંધાયો

- text


મોરબી : મોરબીમાં પાનના ગલ્લા પાસે IPL મેચ પર સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

મોરબીમાં નવા બસ સ્ટેન્ડની પાસે સુપર માર્કેટમાં આવેલ માનસી પાનની દુકાન પાસે તાજેતરમા ચાલતી IPL T-20 ક્રિકેટ સિરીઝ અંતર્ગત મુંબઈ ઇન્ડિયન્સ તથા કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ જાહેરમાં ટીવી ઉપર નિહાળી સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો છે. આ બનાવમાં ભાવેશ મગનભાઇ દેત્રોજાએ મોબાઇલ ફોન દ્વારા માલદે બાબુભાઇ સાથે મેચની હારજીત તથા રન ફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા હતા. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂ. 1,550 અને મોબાઈલ મળી કુલ રૂ. 6,550નો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપી ભાવેશની અટકાયત કરી છે. અને આરોપી માલદે રેઇડ દરમિયાન હાજર ન હોવાથી હાલમાં તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text