મોરબી જિલ્લામાં વિવિધ કલમો હેઠળ 6 બોલેરો પિક-અપ અને 25 ઓટો રીક્ષા ડિટેઇન કરાઈ

- text


ઓવર સ્પીડ અને વધુ પેસેન્જર બેસાડવા બદલ વાહનો ડિટેઇનની કાર્યવાહીથી વાહનચાલકોમાં ફફડાટ 

મોરબી : પાછલા સપ્તાહથી મોરબી જિલ્લામાં પેસેન્જર વાહન ચાલકો સામે પોલીસની ડ્રાઈવ શરૂ થતાં જ રોજ અસંખ્ય ઓટો રીક્ષા ચાલકો તથા ફોરવ્હીલ ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી વાહનો ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુરુવારે પણ જિલ્લામાં ચાલુ રહેલી આ કાર્યવાહીમાં બોલેરો ચાલકો તેમજ રીક્ષા ચાલકો સહિત ટ્રિપલ સવારીમાં નીકળેલા બાઇક સવારો પણ કાયદાની હડફેટે ચડ્યા હતા. તમામ વાહન ચાલકો સામે અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોંધી વાહનો ડિટેઇન કરવામાં આવતા કાયદાનું ઉલ્લંધ્ધન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

મોરબી સીટી.બી. ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં માળીયા ફાટક નજીકથી 4 પેસેન્જર બેસાડીને નીકળેલી રિક્ષાને ડિટેઇન કરાઈ હતી. મોરબી સીટી. એ. ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં શાકમાર્કેટ ચોકમાંથી 5 પેસેન્જર સાથે નીકળેલા રીક્ષા ચાલક સામે, મોરબી તાલુકા પો. સ્ટે. વિસ્તારમાં લાલપર ગામ નજીકથી પાંચ પેસેન્જર બેસાડીને નીકળેલા રીક્ષા ચાલક સામે કોવિડ ૧૯ની ગાઈડલાઇન્સના ભંગ બદલ ગુન્હો નોંધી રીક્ષા ડિટેઇન કરાઈ હતી.

- text

ટંકારા પો. સ્ટે. વિસ્તારમાં ખીજડિયા ચોકડી પાસે મોરબી-રાજકોટ હાઇવે પર 2 બોલેરો પિક-અપ વાહનોની પાછળની સાઈડ ખુલ્લી રાખી માનવ જિંદગી જોખમાય એ રીતે ઉભા રહેતા આઈપીસીની કલમ 283 મુજબ ગુન્હો નોંધી બન્ને વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે નગરનાકા પાસેથી 4 પેસેન્જર બેસાડીને નીકળતા રીક્ષા ચાલક સામે ગુન્હો નોંધી રીક્ષા ડિટેઇન કરાઈ હતી.

વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં ઢૂંવા ચોકડી પાસે ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે 4 બોલેરો પિક-અપ વાહન ચાલકો સામે, તથા 14 સીએનજી રીક્ષા ચાલકો સામે અયોગ્ય પાર્કિંગ અને બેફિકરાઈથી વાહન ચલાવવા સબબ તથા 1 રીક્ષા ચાલક સામે વધુ પેસેન્જર બેસાડવા બદલ ગુન્હો નોંધી ઉક્ત તમામ વાહનો ડિટેઇન કરાયા હતા. વાંકાનેર સીટી પોલીસ સ્ટે. વિસ્તારમાં ચાવડી ચોક નજીકથી ટ્રિપલ સવારીમાં નીકળેલા બાઇક ચાલક સામે કાયદાકીય કાર્યવાહી કરતા ઉક્ત વાહનો ડિટેઇન કરી મેમા આપવામાં આવ્યા હતા.

માળીયા મી.ના ભીમસર ચોકડી પાસેથી એક ઓવર સ્પીડ બાઇક ચાલક સામે ગુન્હો નોંધી બાઇક ડિટેઇન કરવામાં આવ્યું હતું. જ્યારે નવી મચ્છીપીઠ નાકા પાસેથી 5 પેસેન્જર બેસાડીને નીકળેલા રીક્ષા ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી વાહનો ડિટેઇન કરાયા હતા.

હળવદ પો. સ્ટે. વિસ્તારમાં જનતા હોટલ સામેથી ઓવર સ્પીડમાં જતા રીક્ષા ચાલક સામે ગુન્હો નોંધી સીએનજી રીક્ષા ડિટેઇન કરાઈ હતી. જ્યારે સરાનાકા પાસેથી ચારથી પણ વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા રીક્ષા ચાલક સામે કલમ 188 મુજબ ગુન્હો નોંધી ઉક્ત વાહનો ડિટેઇન કરાયા હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text