ટંકારાના તેરનાલા પાસેના પાણીના પ્રવાહમાં ડૂબી જતાં બે યુવાનોના કરુણ મોત

- text


બન્ને યુવાનો પાણીમાં ન્હાવા પડ્યા બાદ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા આ કરુણ ઘટના સર્જાઈ

ટંકારા : ટંકારાના તેરનાલા પાસે વહેતા ધસમસતા પાણીના પ્રવાહમાં બે યુવાનો ડૂબી જતાં બન્નેના કરુણ મોત નિપજ્યા હતા. બન્ને યુવાનો પાણીના પ્રવાહમાં ન્હાવા પડ્યા બાદ ઉડા પાણીમાં ગરકાવ થઈ જતા આ કરુણ ઘટના સર્જાઈ હતી. આ બનાવને પગલે ટંકારા પોલીસ મામલતદાર સાહિતનાએ ઘટનાસ્થળે દોડી જઈને તરવૈયાઓની મદદથી બન્ને યુવકોની લાશ બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ કરુણ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ મોરબી હાઇવે પર ટંકારાના તેરનાલા પાસે વહેતા પાણીના પ્રવાહમાં આજે બે પરપ્રાંતીય યુવાનો ડૂબી ગયા હતા. આ બનાવની જાણ થતાં ટંકારા મામલતદાર એમ.જે.પટેલ, પીએસઆઇ બી. ડી.પરમાર અને સ્થાનિક આગેવાન દેવકરણભાઈ ભટાસણા સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તરવૈયાની મદદથી પાણીના પ્રવાહમાં ડૂબી ગયેલા બન્ને યુવકોના મૃતદેહો બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

- text

આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતી મુજબ બન્ને મૃતકો નામ અર્જુન અને દિનેશ હોવાનું જાણવા મળ્યું છે. આ બન્ને મૃતકોની ઉંમર 28 થી 30 વચ્ચેની હોવાનું અનુમાન છે. બન્ને મૃતકો રફાળેશ્ર્વર પાસેના મચ્છુ ડેમ નજીક ઝુંપડા બાંધીને રહેતા હતા અને અહીંયા કોઈ સંબંધીને ત્યાં આવ્યા બાદ આજે બન્ને યુવાનો પાણીના પ્રવાહમાં ન્હાવા પડ્યા હતા. જો કે રાજવડ ડેમથી અહીં પાણી આવતું હોય આશરે 40 ફૂટ ઊંડા પાણીમાં ન્હાવા પડતા આ કરુણ ઘટના સર્જાઈ હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text