મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે ફ્લાય ઓવરની કામગીરીને વહીવટી મંજૂરી આપવા માંગ

- text


સાથોસાથ શનાળાથી નાની વાવડી ગામ સુધી પાકો ડામર રોડ બનાવવાની માંગ

મોરબી : મોરબીના શનાળાથી નાની વાવડી ગામ સુધીનો રોડ એકદમ ખખડધજ હોવાથી ગ્રામલોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડે છે. આથી, મોરબીના શનાળાથી નાની વાવડી ગામ સુધી પાકો ડામર રોડ બનાવવાની માંગ અને મોરબીના મહેન્દ્ર નગર પાસેના ફ્લાય ઓવરની કામગીરીને વહીવટી મંજૂરી આપવા માંગ સાથે વિહીપ અગ્રણી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબીના મહેન્દ્રનગર નજીક હળવદ, પીપળી ગામ અને નેશનલ હાઇવેને જોડતા માર્ગ પર આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે વધતા ટ્રાફિક જામની સમસ્યાને નિવારવા તાજેતરના ફ્લાયઓવરની કામગીરીને રાજય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. હવે સરકાર દ્વારા બ્રિજની વહેલી તકે વહિવટી મંજુરી આપી વહેલી તકે એજન્સીને કામગીરી સોંપી બ્રિજની કામગીરી શરૂ કરવા આવે તેવી માગણી કરવામાં આવી છે.

- text

વધુમાં જણાવ્યું હતું કે મોરબી તાલુકાના શક્ત શનાળા ગામથી નાની વાવડી ગામ સુધીના માર્ગ કાચો અને ગાડા માર્ગ છે. આથી, ગામલોકોને આ રોડ પરથી અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી, જો પાકો રસ્તો બ્રિજ પુલિયાના કામ સાથે બનાવવામાં આવે તો અકસ્માત નિવારી શકાય એમ છે. શક્ત શનાળા ગામથી નાની વાવડી ગામ સુધીના માર્ગ પાકો બને તો મીની બાયપાસનું કામ થશે. ટ્રાફિકને સ્ટેટ હાઇવેથી આ નવા રોડ પર ડ્રાઈવર્ટ કરી શકાશે. તેથી, ટ્રાફિક અને અકસ્માત નિવારી શકાય એમ હોય આ બાબતે યોગ્ય પગલાંની માંગ કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text