જેતપર-અણીયારી રોડ પર અણધડ રીતે ચાલતા રસ્તા રીપેરીંગના કામને લઈને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

- text


મોરબી : જેતપરથી અણીયારી જતા માર્ગ પર ચાલતા ધીમા કામને લઈને વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રોડ પર મોટા મોટા ખાડાઓ આડેધડ રીતે કરી દેવાતા આ રસ્તા પર વાહન ચલાવવું જોખમી બની ગયુ હોવાની ફરિયાદો ઉઠી છે.

જેતપર-અણીયારી રોડનું રીપેરીંગ કામ શરૂ થયું છે. પણ કોન્ટ્રાકટરની અણધડ વ્યવસ્થાથી વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સતત ધમધમતા માર્ગ પર અમુક અમુક અંતરાળે આડેધડ ખાડાઓ કરીને જેમના તેમ છોડી દેવાતા અકસ્માતનો ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. વાહન ચાલકો માટે આ રસ્તે નીકળવું લોઢાના ચણા ચાવવા સમાન બની રહ્યું છે. અવ્યવસ્થાને લઈને વાહન ચાલકોમાં ભારે અંધાધૂંધી સર્જાતા ટ્રાફિકજામ થઈ રહ્યો છે. ગત રાત્રીના સમયે આશરે 5 કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. જેમાં અરજન્ટ કામ વાળા વાહનો પણ ફસાતા દેકારો મચી ગયો હતો. બે-બે, ત્રણ-ત્રણ ફૂટના ખાડાઓ કોઈનો જીવ લ્યે એ પહેલાં તંત્ર આ માર્ગ પર ચાલતા કામનું યોગ્ય મોનીટરીંગ કરે એવી લાગણી વાહન ચાલકોમાં પ્રબળ બની છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text