મોરબી જિલ્લા સિંચાઈ અધિકારીની કચેરી સ્ટાફ વિના ખાલીખમ, છતાં લાઈટ-પંખા ચાલુ

- text


ખુલ્લી કચેરીમાં સરકારી રેકર્ડની સલામતી સામે પણ ઉઠ્યા સવાલો

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની સિંચાઈ વિભાગની પેટા કચેરીમાં જિલ્લા સિંચાઈ અધિકારી બેસે છે. આ જિલ્લા સિંચાઈ અધિકારી કચેરી આજે રેઢીપઢ જોવા મળી હતી. આ કચેરીમાં સ્ટાફ જ હાજર ન હતો. તેમ છતાં કચેરીમાં લાઈટ, પંખા ચાલુ હતા.

આ કચેરીમાં કોઈપણ સ્ટાફ હાજર ન હોવા છતાં આ કચેરી ખુલ્લી હોવાની સાથે વીજળીનો પણ બેફામ વ્યય થતો હતો. ત્યારે આ ગંભીર બેદરકારીમાં કોના બાપની દિવાળી તેવો સવાલ ઉઠ્યો છે. જો કે કોઈ હાજર ન હોય કચેરીમાં ખુલ્લા પડેલા સરકારી રેકર્ડની સલામતી સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. સાથે સાથે સવાલ એ ઉઠે છે કે અધિકારી અને સ્ટાફ લાઈટ પંખા ચાલુ રાખીને ક્યાં ગયા?

જો કે અરજદારો એવી પણ ફરિયાદ કરી હતી કે આ કચેરીના અધિકારી હાજર હોતા જ નથી. જ્યારે-જ્યારે પૂછીએ ત્યારે ફિલ્ડમાં હોવાનો એક જવાબ મળે છે. આ રીતે અધિકારી પણ ભાગ્યે જ ડોકતા હોય તો સ્ટાફ પણ મનમાની ચલાવવાનો જ છે. ત્યારે સરકારી કચેરીમાં આવી લાલીયાવાડી મામલે કોઇ જવાબદાર ઉચ્ચ અધિકારીઓ કડક પગલાં ભરશે ખરા? તેવો લોકરોષ જોવા મળ્યો હતો.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text