- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાલાસણ ગામમાં એક યુવતીને ઝેરી ઉંદર કરડી જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
- text
વાલાસણ ગામે રહેતા હનીફભાઇ સાજીની પુત્રી આલીયાબેન (ઉ.વ. 20)ને ગઈકાલે તા. 17ના રોજ સવારના સાડા પાંચેક વાગ્યે સુતા હતા. ત્યારે હાથમાં ઝેરી ઉંદર કરડી જતા પ્રથમ સારવાર વાંકાનેર પ્રાઇવેટ હોસ્પીટલમાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરેલ છે. જ્યાં આલીયાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate
- text