મોરબીમાં રહેણાંક મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો, બાળક અને દંપતી દાઝ્યું

- text


ત્રણેયને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા એક રહેણાંક મકાનમાં આજે રાંધણ ગેસનો બાટલો અચાનક ધડાકાભેર ફાટ્યો હતો. આથી, ઘરમાં રહેલા બાળક સહિત દંપતી ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ત્રણેયને મોરબી સીવીલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લીલાપર રોડ પર આવેલી ફકરી પાર્ક શેરી નંબર 1માં રહેતા હુશેનભાઈ મહંમદભાઈ નગરિયા (ઉ.વ. 35)ના મકાનમાં આજે ઓચિંતા રાંધણ ગેસનો બાટલો ફાટ્યો હતો. જેથી, આગ લાગતા હુશેનભાઈ મહંમદભાઈ નગરિયા તથા તેમના પત્ની શકિનાબેન હુશેનભાઈ નગરિયા ઉ.વ.27 અને પુત્ર અમરભાઈ હુશેનભાઈ નગરિયા (ઉ.વ. 6) ગંભીર રીતે દાઝી ગયા હતા.

- text

આ બનાવની જાણ થતાં 108 ના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને ત્રણેય ઇજાગ્રસ્તોને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપીને ત્રણેયને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. આ બનાવની સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જાણ કરતા એ ડિવિઝન પોલીસ સ્ટાફે સઘન તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text