વાહ…કોરોના કાળમાં પણ કૃષિ નિકાસમાં 23 ટકાનો વધારો!

- text


 

એગ્રીસાયન્સ ન્યુઝ નેટવર્ક : કેન્દ્રિય કૃષિ મંત્રાલય દ્વારા જાહેર થયેલ આંકડા પ્રમાણે ચાલુ વર્ષે માર્ચથી જુન સુધીના ગાળામાં દેશમાંથી કુલ રૂ.25552 હજાર કરોડનું મૂલ્ય ધરાવતી કૃષિ પેદાસોની નિકાસ થઇ છે. જે ગત વર્ષે આ સમાન સમયગાળામાં રૂ.20734 કરોડ જેટલી હતી. આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કૃષિ પેદાસોની નિકાસમાં 23 ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. કોરોના સંકટના કારણે નિકાસના વેપારો અવરોધાયા હોવા છતાં કૃષિ પેદાસોની નિકાસને વેગ મળ્યો છે.

એક્સપોર્ટ પ્રમોશન ફોરમ દ્વારા લેવાયેલ પગલાઓના કારણે કૃષિ નિકાસને વેગ મળી રહ્યો હોવાનો દાવો સરકાર દ્વારા થયો છે. ગલ્ફના દેશોમાં મોટા પ્રમાણ વિવિધ કૃષિ પેદાસોની નિકાસ ભારતમાંથી થાય છે.

- text

વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં ભારત બીજુ સ્થાન ધરાવે છે. જોકે, ઘઉંની કુલ નિકાસમાં ભારતનું સ્થાન વિશ્વમાં 34મું છે. આવી જ રીતે ઘણાં ફળોના ઉત્પાદનમાં પણ ભારત ટોચનું સ્થાન ધરાવે છે. જોકે, એ ફળોની નિકાસમાં વિશ્વમાં ભારતનું સ્થાન ઘણું પાછળ છે. કૃષિ નિકાસને વેગ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો થઇ રહ્યા છે. ખેડૂતો નિકાસલક્ષી ખેતી કરતાં થાય એ દિશામાં કામ કરવાની જરૂર છે. વિશ્વ બજારને અનુરૂપ કૃષિ ઉત્પાદન હશે તો જ એની નિકાસ સરળતાથી થઇ શકશે.

- text