સ્વચ્છતાંના માપદંડમાં ખરી ઉતરતી ટંકારાની ફેક્ટરીની મુલાકાતે મોરબી જિલ્લા કલેકટર

- text


ટંકારા સ્થિત “બાલાજી પેક પ્લાસ્ટ પ્રા.લિ” અને “નેચરલ ટેકનોફેબ ફેક્ટરી”ની શુભેચ્છા મુલાકાતમાં જીલ્લા કલેકટર જે.બી.પટેલ ફેક્ટરીની કાર્યશૈલીથી અભિભૂત 

ટંકારા : લોકડાઉન દરમ્યાન સૌથી વધુ તકલીફ પરપ્રાંતીય શ્રમિકોને પડી હતી. જો કે, એ સમયે અણધારી આવી પડેલી આફતને લઈને ચારોતરફ ખૂબ જ ભયનો માહોલ હતો. તંત્ર દ્વારા સ્થિતિ થાળે પાડવાના પ્રયત્નો શરૂ થયા હતા પરંતુ પરપ્રાંતીય શ્રમિકોમાં કોરોનાના ભયની સાથોસાથ રોજગારી ગુમાવતા જીવન વ્યાપ્ત કરવું મુશ્કેલ ભર્યું બન્યું હતું. એવા સમયે ટંકારાના એક ઉધોગપતિએ શ્રમિકોની સ્થિતિ સંભાળી હતી. તાજેતરમાં મોરબી જિલ્લા કલેકટરે એ સેવાભાવી અને દૂરદંશી ઉધોગપતિના કારખાનાની શુભેચ્છા મુલાકાત લઈ ત્યાંની સગવડતા, સ્વચ્છતા અને મજુરો માટેની સુવિધા-સેવાની સરાહના કરી હતી.

લોકડાઉન વખતે જરૂરીયાતમંદ શ્રમિકોને મદદ કરનાર ફેક્ટરી માલિક અને ગુજરાત પોલી વુવનના ડાયરેક્ટર જગદીશ પનારા સાથે મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલે આજે ટંકારા લખધીરગઢ રોડ પર આવેલા કારખાનામાં વિઝિટ અર્થે ગયા હતા. જેમા “બાલાજી પેક પ્લાસ્ટ પ્રા.લિ.” અને “નેચરલ ટેકનોફેબ ફેક્ટરી”માં મજુરો માટેની સગવડો સ્વચ્છતા નિહાળી તેઓ પ્રભાવિત થયા હતા. કોરોના કાળ દરમિયાન ટંકારા પંથકમાં રાશનકીટ સહિત જરૂરીયાતમંદોને મદદ કરનાર ફેક્ટરી માલિક જગદીશ પનારા અને ટીમની કામગીરી તેઓએ આ તકે બિરદાવી હતી. નોંધનીય છે કે, જગદીશ પનારા હરહંમેશ નાના મોટા સામાજિક પ્રસંગો અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતા હોય છે. આ ઉપરાંત અબોલજીવ અને પર્યાવરણને લઇને તેઓ સતત કાર્યશીલ રહેતા હોય છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text