મોરબી જિલ્લાની પ્રાથમિક શાળા પરિવાર દ્વારા પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો

- text


વરસતા વરસાદમાં વાલીઓ અને બાળકોએ ઘર પાસે વૃક્ષોનું પૂજન કરી પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો

મોરબી : ગઈકાલે તા. 30/08/2020 ના રોજ પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા પર્યાવરણ તથા જીવ સૃષ્ટિના રક્ષણ માટે સમગ્ર ભારતમાં “પ્રકૃતિ વંદના” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને, બાળકોને પ્રકૃતિ પ્રત્યે સંવેદના થાય, પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જાગે એ માટે પોતાના ઘરે તુલસીના છોડ કે અન્ય વૃક્ષને રક્ષાસૂત્ર બધી કુમકુમ તિલક કરી, અક્ષત ચડાવી, ત્રણ વખત ૐકાર નાદ કરી આરતી ઉતારી પ્રકૃતિ વંદના પ્રકૃતિ પૂજનમાં મોરબી જિલ્લાની તમામ શાળાના બાળકોએ અને વાલીઓ પોત પોતાના ઘરે વૃક્ષની પૂજા કરી હતી અને પ્રકૃતિ વંદનમાં હર્ષ ફેર ભાગ લઇ અને કાર્યક્રમને દિપાવવા બદલ વાલી તથા ભાઈઓ તથા બહેનો તથા દરેક બાળકનો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા આભાર વ્યક્ત કરેલ છે.

- text