ગંભીર બેદરકારી : વરસાદના લીધે માળીયા (મી.) તાલુકા પંચાયત કચેરીમાં રેકોર્ડની ફાઈલો પલળી ગઈ!

- text


વીજયંત્ર, સી.પી.યુ., પ્રિન્ટરને નુકશાન, પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ

માળીયા (મી.) : ગત તા. 24ના રોજ માળીયા (મી.) તાલુકા સહીત જિલ્લાભરમાં ભારે વરસાદ હતો. ત્યારે વરસાદના લીધે માળીયા (મી.) તાલુકા પંચાયત કચેરીમાં રેકોર્ડની ફાઈલો પલળી ગઈ છે. તેમજ વીજયંત્ર, સી.પી.યુ., પ્રિન્ટરને નુકશાન થયું છે.

- text

માળીયા (મી.)માં બે દિવસ અતિભારે વરસાદના કારણે માળીયા (મી.) તાલુકા પંચાયતની કચેરીમાં આશરે 3 ફુટ જેટલા પાણી ભરાયા હતા. જેના લીધે તાલુકા કચેરીમાં નીચેના ભાગે રાખેલ અલગ-અલગ કચેરીના શાખાના રેકર્ડ પલળી ગયા છે. તેમજ કચેરીના વીજયંત્ર, સી.પી.યુ., પ્રિન્ટરને નુકશાન થયું છે. આ બાબત અંગે હાર્દિકભાઈ રંકજાએ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં રૂબરૂ અરજી આપી છે. આથી, પોલીસ સ્ટેશનમાં આ બાબતની નોધ કરવામાં આવેલ છે. અને આ બાબતની આગળની તપાસ હાથ ધરેલ છે.

- text