હડમતિયામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબકતા ગામ જળબંબાકાર

- text


એક જ દિવસમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

હડમતિયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામમાં 15 ઈંચથી પણ વધુ વરસાદ ખાબકતા ગામ જળબંબાકાર બની ગયું છે.

ટંકારાના હડમતિયા ગામમાં તા. ૨૩ના રોજ આાખો દિવસ ધીમીધારે મેઘરાજા હેત વરસાવતા રહ્યા છે. તે બાદ અચાનક રાત્રીના ૮ થી ૧૦ વાગ્યાના સુમારે વરસાદે રૌદ્ર સ્વરુપ ધારણ કરતા આશરે ૧૨ ઈંચ વરસાદ ખાબકતા હડમતિયા ગામની બજારો નદીઓમાં ફેરવાઈ ચુકી છે. તા. ૨૪ના વહેલી સવારના ૩.૩૦ થી ૬.૦૦ વાગ્યે પણ ધોધમાર વરસાદ ચાલુ જ રહ્યો છે. છેલ્લા ૨ દિવસથી હેત વરસાવી રહેલ વરુણદેવની કૃપા અવિરત ચાલું છે. ગામની ભાગોળે આવેલ “કપુરીયો” બે કાંઠે વહી જતા “પાલનપીર તળાવ” નિર્મલનીર તળાવ, “ગામ તળાવ” તેમજ નાના મોટા ચેકડેમ ઓવરફલો થઈ ચુક્યા છે. ૧૫ થી ૨૦ ઈંચ વરસાદ ખાબકતા જ જાણે ગામ પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. જો કે જાનમાલની નુકશાનીના વાવડ નથી. ધરતીપુત્રોના ખેતરોમાં ખેતીના પાકને વ્યાપક નુકશાનીનો અંદાજ લગાવી શકાય છે.

- text


મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર..

મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર..

#MorbiUpdate

https://www.facebook.com/morbiupdate/

- text