વરસાદ અપડેટ : સવારે 10થી 12માં મોરબી જિલ્લામાં પડેલા વરસાદની વિગત

- text


મોરબીમાં અઢી ઇંચ, હળવદ અને ટંકારામાં પોણો ઈચ, વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો : ઠેરઠેર પાણી ભરાતા લોકોને હાલાકી

મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી મેઘરાજા ધુવાધાર બેટીંગ કરીને ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. ત્યારે આજે સવારે 10 થી બપોરના 12 સુધીમાં મોરબી જિલ્લામાં પડેલા વરસાદ વિગત જોઈએ, તો મોરબીમાં 62 મીમી એટલે અઢી ઇંચ, હળવદમાં 20 મીમી એટલે પોણો ઈચ, ટંકારામાં 18 મીમી એટલે પોણો ઈચ અને વાંકાનેરમાં 11 મીમી અડધો ઇંચ તેમજ માળીયામાં માત્ર 3 મીમી વરસાદ નોંધાયો હતો. હજુ ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી નદીના વહેણની દોડવા લાગ્યા છે.

મોરબીમાં આજે સવારથી મેધરાજાએ આક્રમક મૂડમા પધરામણી કરી છે. મેઘરાજાએ ભારે સટાસટી બોલાવતા ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા અને અમુક જગ્યાએ ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. મોરબીના શક્ત શનાળા એચડીએફસી બેક પાસે અને નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં પાણી ભરાવાની ફરિયાદ જિલ્લા કંટ્રોલરૂમમાં આવી હતી. આ ઉપરાંત વાવડી રોડ, માધાપર, મોરબીના નવલખી રોડ પર આવેલા કુબેરનગર, મેન્દ્રપરા, લાતીપ્લોટ, સામાકાંઠે મહેન્દ્રનગરની સોસાયટીઓમાં, બી ડિવિઝન પોલીસ મથક સામે ઇન્દિરાનગર જવાના રસ્તે કેડ સમાણાં પાણી ભરાયા હતા. આથી, અવરજવર પણ બંધ થઈ ગઈ છે. આજે વરસાદમાં મોરબીના મોટાભાગના વિસ્તારોમાં જળમગ્ન બની ગયા હતા અને ક્યાંક ઢીંચણ સમાણાં તો ક્યાંક કેડ સમાણાં પાણી ભરાયા હતા.

મોરબીના માણેકવાડા ગામે સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. નીચાણ વાળા વિસ્તારમાં પાણી ઘુસી ગયા છે. પશુઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગામમાં આવવા માટેનો સંપર્ક તુટી જવાથી ગામ સંપર્ક વિહોણું થય ગયેલ છે. હજુ જો વરસાદ અવિરત ચાલુ રહેશે તો ગામમાં પાણી ઘુસી જવાની દહેશત છે. તેમ માણેકવાડાના ઉપસરપંચ યોગરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમજ માળીયાના ખાખરેચી ગામમાં પાણી ધોધમાર વરસાદ પડતાં ગામમાં ઠેરઠેર પાણી ભરાયા હોવાના અહેવાલ મળે છે. જ્યારે માળીયાના જુના ઘાટીલા પ્લોટ વિસ્તાર પાણીમાં ગરકાવ થતા આ વિસ્તાર સંપર્ક વિહોણો બની ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારના 8 થી બપોરના 12 દરમ્યાન મોરબી જિલ્લા કંટ્રોલરૂમના વરસાદ માપક યંત્રમાં મોરબીમાં 85 મીમી, ટંકારામાં 24 મીમી, માળીયા 58 મીમી, વાંકાનેરમાં 14 મીમી, હળવદમાં 65 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે મોરબી -1નો સવારના 6 થી બપોરના 12 દરમ્યાન નગરપાલિકાના વરસાદ માપક યંત્રમાં 99 મીમી વરસાદ નોંધાયો હતો.

- text

- text