મોરબી DPEO તરીકે બી. એમ. સોલંકીને નીમાયા, DPOનો ચાર્જ પણ સંભાળશે

- text


મયુર એસ. પારેખની બદલી રીડર, જી.સી.ઈ.આર.ટી. ખાતે બદલી

મોરબી : ગઈકાલે તા. 21ના રોજ ગાંધીનગર સ્થિત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના 28 જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારીની બદલીનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર એસ. પારેખની બદલી રીડર, જી.સી.ઈ.આર.ટી. ખાતે કરવામાં આવી છે. તેમના સ્થાને મોરબી જિલ્લા શિક્ષાધિકારી બી. એમ. સોલંકીની નિમણુંક જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારી તરીકે કરવામાં આવી છે. આથી, બી. એમ. સોલંકીને હવે બંને પદ પર ફરજ નિભાવશે.

 

- text