બુધવાર(2.20pm) : વાંકાનેરમાં 4 અને ટંકારામાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

- text


વાંકાનેર, ટંકારા : મોરબી જિલ્લામાં ગઈકાલે 700થી વધુ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 46 લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. ત્યારે આજે પણ આરોગ્ય વિભાગ દ્વારા માસ સેમ્પલિંગની કામગીરી શરૂ કરી છે. જેમાં પોઝિટિવ આવેલા કેસની સત્તાવાર સાંજે વિગતો જાહેર કરાશે. જોકે અત્યાર સુધીમાં મળતી વિગતો મુજબ આજે 19 ઓગસ્ટ, બુધવાર બપોર સુધીમાં વાંકાનેરમાં 4 અને ટંકારામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.

- text

જેમાં વાંકાનેરના ભરવાડવાસમાં રહેતા 23 વર્ષની યુવતી, 55 વર્ષના મહિલા અને 95 વર્ષના મહિલાનો તેમજ પેડક વિસ્તારમાં રહેતા 38 વર્ષના યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે ટંકારાના ગજડી ગામે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 30 વર્ષની મહિલા અને 23 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે. આજે પણ મોરબી જિલ્લામાં સાંજ સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે.

- text