મોરબીના બિલિયા-મોડપર વચ્ચેનો રસ્તો વરસાદમાં ધોવાતા સંપર્ક તૂટ્યો

- text


મોરબી : મોરબી પંથકને ગઈકાલે મેધારજાએ ધમરોળી નાખ્યો હતો અને વરસાદને પગલે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળતા સંપર્ક કપાયો હતો. ત્યારે મોરબીના બિલિયા અને મોડપર ગામ વચ્ચેનો રસ્તો વરસાદમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. આ માર્ગ પર પાણી ફરી વળતા બન્ને ગામોનો સંપર્ક તૂટ્યો હતો.

મોરબીના બિલિયા અને મોડપર ગામ વચ્ચેનો મુખ્ય રસ્તો ભારે વરસાદમાં ધોવાઈ ગયો છે. નાલા પાસેનો આ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા અને બિલિયા અને મોડપર વચ્ચેનો રસ્તો અને ડાઈવર્ઝન પણ ગતરાત્રે વરસાદમાં ધોવાઈ જતા આ બન્ને ગામોનો સંપર્ક તૂટ્યો છે.આથી મોડપર ગામ લોકોને જામનગર હાઇવે ઉપર થઈને પીપળીયા ચાર રસ્તેથી મોરબી ફરીફરીને આવવું પડે છે. આમ, ગામલોકોને પાંચ કિમિ ફરીફરીને મોરબી જવું પડે છે. જ્યારે બિલિયા ગામના લોકોનો મોરબી જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

- text

- text