મોરબીમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્તે બજારોમાં કોરોના ઇફેક્ટ : ખરીદીમાં સરેરાશ 50 ટકાનો કાપ

- text


કાપડ સહિતની બજારોમાં અઠવાડિયાથી અને મીઠાઈ-ફરસાણમાં બે દિવસથી ઘરાકી નીકળી : ફરસાણમાં માત્ર સરેરાશ 40 ટકા જ ખરીદી

મોરબી : રંગીલા મોરબીવાસીઓ દરેક તહેવારોની મનભરીને ઉજવણી કરતા હોય છે. તેમાંય જન્માષ્ટમીના તહેવારોની ઉજવણી વાત જ નિરાળી છે. મોરબીવાસીઓ જન્માષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરતા હોય છે. પણ આ વર્ષે કોરોનાના કહેરને કારણે જન્માષ્ટમીની ઉજવણીનો રંગ ફિક્કો પડી ગયો છે. જેની સીધી અસર બજારોની ખરીદી પર પડી છે.

આ વખતે સાતમ આઠમના તહેવારોમાં ખરીદીમાં દર વર્ષ કરતા સરેરાંશ અડધોઅધડ કાપ મુકાયો છે. મોરબીની કાપડ સહિતની બજારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ખરીદી જામી છે. બજારોમાં લોકોની ચહલ પહલ દેખાઈ છે. લોકો જાત-જાતની ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. પણ વેપારીઓના કહેવા મુજબ આ વખતે ખરીદી દર વર્ષ કરતા સરેરાશ 50 ટકા જેવી ઓછી થઈ છે.

આ અંગે કપડાના વેપારી મહેશભાઈ ભારવાણીએ જણાવ્યું હતું કે રક્ષાબંધને ખરીદી નીકળી હતી. છેલ્લા અઠવાડિયાથી ખરીદી દેખાઈ છે. સવારે અને સાંજે થોડો ઘણો ખરીદીનો માહોલ જામે છે. આમ છતાં દર વર્ષે કરતા આ વખતે અડઘોઅડધ ઓછી ખરીદી થઈ છે. જ્યારે બપોર સુધી બજારો ધમધમતી દેખાઈ હતી. બપોર પછી ખરીદી ઓછી થઈ ગઈ હતી.

જ્યારે મીઠાઈ અને ફરસાણના વેપારી રૂપેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે દર વર્ષે સાતમ આઠમ નિમિતે એકમથી માલનો સ્ટોક કર્યો હોય અને બોળચોથથી ખરીદી શરૂ થઈ જતી હોય છે. પણ આ વખતે છેલ્લા બે દિવસમાં ઘરાકી જોવા મળી હતી. આ વખતે એકમાત્ર રાંધણ છઠ્ઠના દિવસે જ સારી ખરીદી થઈ હતી. આ વખતે મીઠાઈ અને ફરસાણમાં 60 ટકા જેવી ઓછી ખરીદી થઈ હતી.

- text

- text