મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ 29 શખ્સો સામે પોલીસ કાર્યવાહી

- text


મોરબી : શ્રાવણ માસમાં સાતમ-આઠમના તહેવારો શરુ થઇ ગયા છે. ત્યારે જુગાર રમવાની બદીએ જોર પકડ્યું છે. ગઈકાલે તા. 7ના રોજ મોરબી જિલ્લામાં પોલીસે અનેક જગ્યાએ રેઇડ પાડી જુગાર રમતા 29 લોકો સામે કાર્યવાહી કરી છે. પોલીસે જે તે પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ આરોપીઓની અટકાયત કરી છે.

મોરબીના રવાપર ગામમાં શ્રી કૃપા સોસાયટીમાં જુગાર રમી રમતા દિવ્યેશભાઇ દલસુખભાઇ ચીખલીયા, અતુલભાઇ નરભેરામભાઇ કવાડીયા, વિપુલભાઇ નરસંગભાઇ બાલાસરા, ભરતભાઇ કાનાભાઇ ચાવડા, આનંદભાઇ ઉર્ફે ભીમો રમેશભાઇ ડાંગર તથા ભરતભાઇ અખાભાઇ પરમારને પકડી પાડવામાં આવ્યા છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ રૂ. 5,550 કબ્જે કર્યા છે.

મોરબીના ઇન્દીરાનગર હનુમાનજીના મંદીર પાસે જુગાર રમતા શામજીભાઇ ખીમજીભાઇ ધાવડા, રમેશભાઇ હનુભાઇ ચાવડા, બલવીરસીંગ મંગલસીંગ ટાંક, વીનોદભાઇ ડાયાભાઇ પરમાર તથા પ્રવીણભાઇ પુંજાભાઇ ધાવડાને ઝબ્બે કરવામાં આવ્યા છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ રૂ. 11,700 જપ્ત કર્યા છે. તેમજ આ જ સ્થળે પર અન્ય જુગારના કેસમાં રાકેશભાઇ મુળજીભાઇ રાઠોડ, ગોવીંદભાઇ વાલજીભાઇ મકવાણા તથા દીનેશભાઇ માવજીભાઇ ગોહેલને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ રૂ. 2,800 કબ્જે કર્યા છે.

- text

મોરબી તાલુકાના ઘુંટુ રોડ પર હરી ઓમ પાર્ક નજીક જુગાર રમતા અનીલભાઇ બાબુભાઇ રીયાણી, ભાવેશભાઇ ઉર્ફે ભાવીનભાઇ મહેશભાઇ ખાવડીયા, રાજભાઇ દિલીપભાઇ મારવણીયા, ભુપેન્દ્રભાઇ ઉર્ફે ભુપતભાઇ જસમતભાઇ સીણોજીયા, મીલનભાઇ ઇશ્વરભાઇ જેઠલોજા, ધનશ્યામભાઇ અમરતભાઇ સંતોકી, ઉમેશભાઇ ઉર્ફે અમીતભાઇ વલમજીભાઇ સંધાણી તથા હિરેનભાઇ જગદીશભાઇ એરાણીયાને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 72,500 જપ્ત કર્યા છે.

વાંકાનેર તાલુકાના માટેલ ગામે નવાપરા ચોકમાં રમી રમતા ભગવાનજીભાઇ સંધાભાઇ ધેણોજા, માનસીંગભાઇ મનસુખભાઇ ડાભી, રાજુભાઇ હકાભાઇ ડાભી, સીંધાભાઇ ટીશાભાઇ વિંજવાડીયા, ભીમાભાઇ જગાભાઇ વીરોડીયા, સવધણભાઇ ધનાભાઇ ડાભી તથા રાજેશભાઇ જાદુભાઇ ધેણોજાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 33,380 કબ્જે કર્યા છે.

- text