મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ 35 શખ્સો પકડાયા

- text


મોરબી : હાલમાં સાતમ-આથમના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે શ્રાવણ માસમાં જુગાર રમવાની બદી પૂરબહારમાં ખીલી છે. ત્યારે ગઈકાલે તા. 6ના રોજ મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ 41 શખ્સો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ તેમની અટકાયત કરી છે.

મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર યમુનાનગર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકતને આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી. તેમાં દિનેશભાઈ મૂળજીભાઈ અખીયાણી, અશોકભાઈ તુલસીભાઈ દલસાણીયા અને અમીતભાઇ ગગજીભાઇ ગોહેલ જુગાર રમતા મળી આવતા પોલીસે તેની પાસેથી રૂા.૧,૪૦૦ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ ઉપરાંત, વીસીપરાની પાછળ આવેલા અમરેલી રોડ ઉપર કરવામાં આવી હતી જેમાં લાભુભાઈ છગનભાઈ દારોદ્રા, ભરતભાઈ જીવરાજભાઈ મંડલી, રમેશભાઈ ધનજીભાઈ દલસાણીયા અને જેંતીલાલ વનમાળીભાઈ દવે જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે રોકડા રૂા.૨,૦૦૦ કબ્જે કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મોરબીના લાયન્સ નગરમાંથી રાજેશભાઇ મનજીભાઇ ચાવડા, કાળુભાઇ ધકુભાઇ પરમાર, દિલીપભાઇ રવજીભાઇ બોસીયા, દેવજીભાઇ બટુકભાઇ બેસીયા, પ્રેમજીભાઇ લાલજીભાઇ ચાવડા, ગોવિંદભાઇ વાલજીભાઇ ચાવડા, આનંદભાઇ ઉપેન્દ્રભાઇ પોપર રોકડ રકમ રૂ. 8,200 સાથે પકડાયા હતા.

- text

વાંકાનેર તાલુકાના ભેરડા ગામે કોળીવાસની અંદર જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકતને આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સંજયભાઈ ડાયાભાઈ વાધેલા, બળદેવભાઈ સામજીભાઇ જાધેલા, મુન્નાભાઈ મેરામભાઇ જાધેલા અને કરમશીભાઈ દેવશીભાઇ રોજાસરા જુગાર રમતા મળ્યા હતા. પોલીસે ૧૩,૭૮૦ ની રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ વાંકાનેર તાલુકાના તિથવા ગામે ધાર વિસ્તાર ઉપર આવેલ દેવીપુજકવાસમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પેાલીસને મળી હતી. જેથી, પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા ત્યાં જુગાર રમતા નાનુભાઈ મોહનભાઈ વાઘેલા, ભાવેશભાઈ ઉકાભાઈ વાઘેલા, માનસિંગભાઈ નરસીભાઈ વાઘેલા, મુન્નો ઉર્ફે અરવિંદ ધનજીભાઈ વાઘેલા, વદેશભાઇ નાનુભાઈ વાઘેલા અને ધરમશીભાઇ મોહનભાઇ વાઘેલા, દેવરાજભાઇ અવચરભાઇ વાધેલા જુગાર રમતા મળ્યા હતા જેથી કરીને પોલીસે ૨,૬૬૦ ની રોકડ કબ્જે કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

ટંકારા તાલુકાના જબલપુર ગામે મનસુખભાઈ કરસનભાઈના ઘરની સામે મેઇન બજારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકતને આધારે ટંકારા પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી. ત્યારે હાર્દિકભાઈ ધનજીભાઈ કાસુન્દ્રા, અવધભાઈ મણિલાલભાઈ કુંડારીયા, વૈભવભાઇ માવજીભાઈ ફેફર, પિયુષભાઈ કેશવજીભાઇ કાસુન્દ્રા, હિંમતલાલ ભુપતભાઈ લો, હિતેશભાઈ છગનભાઈ કાનાણી, ભાવિકભાઈ અમૃતભાઈ કાનાણી, અશ્વિનભાઈ ગોરધનભાઈ લો અને મિતુલભાઈ ભુપતભાઈ લો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે કુલ મળીને ૨૧,૪૦૦ ની રોકડ કબ્જે કરીને તમામ આરોપીઓની અટકાયત કરી હતી.

- text