મોરબી DPEO મયુર પારેખના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- text


જિલ્લા કલેકટર જે. બી. પટેલે શુભેચ્છા મુલાકાત લીધી

ટંકારા : ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, જબલપુર પ્રાથમિક શાળા અને એજ્યુકેશન કમિટી તેમજ લાઈફ સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલે પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. બ્લડ ડોનેશન કેમ્પમાં ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ તેમજ જબલપુર ગ્રામજનોએ રક્તદાન કર્યું હતું. આશરે 100 જેટલા રક્તદાતાએ રક્તદાન કર્યું હતું.

- text

આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રી શૈલેષભાઈ સાણજા, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિજ્ઞાબેન અમૃતિયા, ટંકારા તા.પ્રા.શિ. સંઘના પ્રમુખ છાયાબેન માકાસણા, મહામંત્રી વિરમભાઈ દેસાઈ, બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર તેમજ જબલપુર પ્રા. શાળાના આચાર્ય જીતુભાઇ પટેલ, તમામ શિક્ષકો, જબલપુર એજ્યુકેશન કમીટીના સભ્યો હરેશભાઇ ભાલોડિયા, જીજ્ઞેશભાઈ ફેફર, ગોવિંદભાઈ કામરીયા, સુરેશભાઈ ગડારા, વલ્લભભાઈ બોડા તેમજ શાંતિલાલ નારીયાણા, દેવેન્દ્રભાઈ ફેફર અને જસવંતભાઈ ચાવડાએ જહેમત ઉઠાવી હતી. અંતમાં ડી.પી.ઈ.ઓ. પારેખ સાહેબે તમામ રક્તદાતાઓ અને આયોજકોનો આભાર માન્યો હતો. અને આ રીતે તેમનો જન્મદિવસ યાદગાર બનાવ્યો હતો. ja

- text