મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે વી. કે. ચૌહાણએ ચાર્જ સંભાળ્યો

- text


મોરબી : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત ખેતી સેવા અંતર્ગત કચ્છ જિલ્લા પંચાયતમાં મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા વી. કે. ચૌહાણને બઢતી આપીને મોરબી જીલ્લા પંચાયતના જીલ્લા ખેતીવાડીની ખાલી જગ્યાએ નિમણૂંક આપવામાં આવેલ છે. નિમણૂક બાદ વી. કે. ચૌહાણએ મોરબીમાં ફરજ પર હાજર થઇ ચાર્જ સંભાળ્યો છે.

- text