કંડલા બાયપાસ ચોકડીથી નાની વાવડી ગામ સુધી રોડને પેચિંગ અને પેવર કરવાની માંગ

- text


મોરબી : મોરબીની કંડલા બાયપાસ ચોકડીથી નાની વાવડી ગામ સુધી રોડને પેચિંગ અને પેવર કરવા બાબતે માંગ કરવામાં આવી છે. આ અંગે નાની વાવડી તાલુકા પંચાયત સદસ્ય કાંતિલાલ દેવશીભાઇ પડસુમ્બીયા દ્વારા મોરબીના માર્ગ-મકાન વિભાગના કાર્યપાલ ઇજનેરને રજૂઆત કરવામાં આવી છે.

- text

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મોરબી તાલુકાના નાની વાવડી ગામનો રોડ કંડલા બાયપાસથી નાની વાવડી સુધી ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. અગાઉ અનેક રજુઆત થઇ હતી. પરંતુ રસ્તો રીપેરીંગ થયો નથી. આ રસ્તાનું 7 દિવસમા કામ ચાલુ નહિ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. તેમજ રોડની ખરાબ હાલતના કારણે નાની વાવડી, બગથળા, બિલીયા, મોડપર, કાંતિપુર, માણેક વાડા, આમરણ જેવા ગામોના લોકો હેરાન પરેશાન થાય છે. તેથી, આ સમસ્યાનો તાત્કાલીક યોગ્ય નિકાલ કરવા અપીલ કરવામાં આવી હતી.

- text