મોરબી જિલ્લામાં જાહેરનામા ભંગ બદલ 21 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા

- text


મોરબી : સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં કોરોના મહામારીને કારણે રાત્રે 8 વાગ્યા બાદ દુકાનો સહિતના ધંધાદારી વ્યવસાયો બંધ રાખવા તથા રાત્રે 10 વાગ્યાથી સવારે 05 વાગ્યા સુધી કર્ફ્યુના લાગુ થયેલા જાહેરનામાનો ભંગ કરતા વિવિધ ધંધાર્થીઓ સહિત કુલ 21 લોકો સામે કલમ 188 હેઠળ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

બુધવારે રાત્રે મોરબી સીટી એ.ડીવી.પો સ્ટે. વિસ્તારના જુના બસસ્ટેન્ડ રોડ પરથી 1, વાવડી ચોકડી પાસે સિઝન સ્ટોર મોડે સુધી ખુલ્લું રાખતા 1, ખોળની દુકાન મોડે સુધી ખુલ્લી રાખતા 1, વાવડી ચોકડી પાસે કરિયાણાની દુકાન તથા હેર કટિંગ સલૂન મોડે સુધી ખુલ્લી રાખતા 1-1, વાવડી રોડ સ્થિત ગણેશનગર પાસે ફૂટવેરની બે દુકાનો કર્ફ્યુ દરમ્યાન ખુલ્લી રાખતા 1-1, બાવરિયા પીરની દરગાહ પાસે પાનની દુકાન વધુ સમય ખુલ્લી રાખતા 1, કપિલા હનુમાન પાસે પાઉંભાજીની દુકાન કર્ફ્યુ દરમ્યાન ખુલ્લી રાખતા 1, સરદાર રોડ, ધરતી ટાવર પાસે મોબાઈલના 1 દુકાનદાર, જુના બસસ્ટેન્ડની બાજુમાં એકાઉન્ટની ઓફીસ ખુલ્લી રાખતા 1, આમ મોરબી સીટી એ.ડીવી. પો. સ્ટે. વિસ્તારમાંથી કુલ મળી 11 દુકાનદાર-ધંધાર્થીઓ સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ કર્યો છે.

- text

મોરબી સીટી બી.ડીવી.પો સ્ટે. વિસ્તારના માળીયા ફાટક નજીકથી 3, મહેન્દ્રનગર ચોકડી પાસે એસ્સાર પંપ નજીકથી 1, જુના ઘુંટુરોડ, કોસ્મો સીરામીક સામેથી 1 મળી કુલ 5 સામે કોઈ ખાસ કારણ વગર કર્ફ્યુમાં બહાર નીકળવા માટે જ્યારે મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલા શોપિંગ સેન્ટરમાંથી 1 રેસ્ટોરન્ટ સંચાલક સામે મોડે સુધી રેસ્ટોરન્ટ ચાલુ રાખવા બદલ કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી અટકાયતી પગલાં ભર્યા છે.

મોરબી જિલ્લાના વાંકાનેર સીટી. પોલીસ સ્ટેશન હદના જિનપરા પાસેથી કોઈ અગત્યના કામ વગર કર્ફ્યુ દરમ્યાન ઘર બહાર નીકળવા બદલ 1, વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારના ઢૂંવા ચોકડી પાસે જાહેરનામનો ભંગ કરી કામ વગર બહાર નીકળતા 1, હળવદના શર્ણોશ્વર તળાવ પાસેથી મોડી રાત સુધી જાહેર બેન્ચ પર બેસેલા 2 નાગરિકો સામે જાહેરનામા ભંગ બદલ કલમ 188 હેઠળ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

- text