મોરબીના ઉમિયા સર્કલ પાસે રોડની બંને બાજુએ ખોદકામ કરાતા વાહનચાલકોની હાલાકી વધી

- text


રોડની કામગીરી ખોદેલા ખાડા-ખબડાવાળા રોડથી વાહનચાલકો પરેશાન
અન્ય કાચો માર્ગ સાંકડો હોવાથી વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી

મોરબી : મોરબીના ઉમિયા સર્કલ તરફના બન્ને રોડને ખોદી નાખવામાં આવતા વાહન વ્યવહાર પર માઠી અસર પહોંચી છે. જો કે આ બન્ને માર્ગ ખોદી નાખતા વાહનોની અવરજવર બંધ થવાથી બધો વાહન વ્યવહાર અન્ય કાચા માર્ગ ઉપર ડાઈવર્ટ થઈ ગયો છે. પણ આ કાચો માર્ગ સાંકડો હોવાથી વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે.

ઉમિયા સર્કલ રાજકોટ તરફથી મોરબીમાં પ્રવેશવાનો માર્ગ છે. તેથી, ઉમિયા સર્કલે અસામાન્ય ધસારો રહે છે અને 24 કલાક આ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો રહે છે. ત્યારે ઉમિયા સર્કલથી શનાળા બાયપાસ રોડની કામગીરીથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. જેમાં આ સ્થળે અગાઉ એક માર્ગને ખોદીને રોડની કામગીરી કરવામાં આવી હતી. પણ હવે મોરબીના ઉમિયા સર્કલથી બાયપાસ જવાના બન્ને રોડ ખોદી નાખતા વાહન વ્યવહાર પર માઠી અસર પહોંચી છે. આથી, ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો કાચો માર્ગ ઉપર વાહન ચાલકોને અવરજવર કરવાની નોબત આવી છે અને લોકોને ફરી ફરીને જવું પડે છે. તેમજ આ સાંકડો રસ્તો હોઈ અને પેટાપારી ન હોવાથી વાહનચાલકોને અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. સાથોસાથ ટ્રાફિકજમની સમસ્યા સર્જાય છે. તેમજ હાલ વરસાદમાં કાચા માર્ગ પર ગારા કીચડ છે. તેથી, આ બાબતે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

- text

- text