લાલપર ગામમાં 775 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ ચાલુ

- text


કુલ કિ.રૂ. 15,500ની દેશી દારૂ જપ્ત

મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં 775 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા અન્ય એક શખ્સની શોધખોળ કરવામાં આવી રહી છે.

- text

ગઈકાલે તા. 21ના રોજ લાલપર ગામમાં નાઇસ સિરામીક સામે બાવળની કાંટમાં ગે.કા.પાસ, પરમીટ વગર કે આધાર વગર પ્લાસ્ટીકના બાચકામાં દેશી દારૂ ભરેલ કોથળીઓ નંગ-155, લી-775, કિ.રૂ. 15,500 નો મળી આવ્યો હતો. આ મુદ્દામાલ જગદીશભાઇ પરસોત્તમભાઇ માનેવાડીયા (ઉ.વ.20, ધંધો-મજુરી, રહે. ત્રાજપર) એ વેચાણ કરવાના ઇરાદે રવિભાઇ હેમંતભાઇ કુંવરીયા (રહે. મોરબી) પાસેથી લીધેલ હતો. આ બનાવમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ પોલીસે જગદીશની અટકાયત કરી છે. જયારે રવિને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text