મોરબી, હળવદ અને ટંકારામાં કોરોનાના એક-એક કેસ નોંધાયા, કુલ કેસ થયા 186

- text


મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર અટકવાનું નામ લેતો નથી. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ મોરબી જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ જાહેર થયા હતા. જેમાં મોરબી, હળવદ અને ટંકારામાં કોરોનાના એક-એક કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ 186 થયા છે.

મોરબી, હળવદ અને ટંકારામાં આજે કોરોનાના બે કેસ સામે આવ્યા છે. આજે જાહેર થયેલા કોરોનાના કેસોની વિગતો અનુસાર મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો બંગલોઝ પાસે રહેતા 32 વર્ષના યુવાનનો આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે ટંકારામાં પણ કોરોનાનો એક કેસ નોંધાયો છે. ટંકારાના ગજડી ગામના ૩૦ વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ આજે પોઝીટીવ આવ્યો છે. જેના પગલે આરોગ્ય વિભાગની ટીમ દર્દીના રહેણાંક વિસ્તારમાં દોડી ગઈ છે. ટંકારાના ભાગોળે ખિજડીયાના રસ્તે આવેલ શ્રીરામ પેકેજીંગમા આ યુવાન કામ કરે છે અને તા.૧૧ ના રોજ તેઓ મુબઈ ફેક્ટરી કામે ગયા હતા અને પરત ફર્યા બાદ કારખાનામા હોમ ક્વોરેન્ટાઇન રહ્યા બાદ ગઈકાલે કોરોના રિપોર્ટ કર્યો હતો. જે આજે પોઝીટીવ આવ્યો છે.

- text

આ ઉપરાંત, હળવદમાં એક કોરોનાનો કેસ નોંધાયો છે. હળવદના આનંદ પાર્કમાં રહેતા સોની યુવાનનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ યુવાનને કોરોનાના લક્ષણો દેખાતા તે સારવાર અર્થ અમદાવાદ ગયો હતો. જ્યાં આજે તેનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. હાલ આ યુવાનની તબિયત સારી છે અને યુવાન અમદાવાદ ખાતે તેના ફ્લેટમાં હોમ કવોરન્ટાઇન છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ 186 થયા છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text