હવે દરેક સફર રહેશે રોમાંચક : આન હોન્ડા દ્વારા હોન્ડા સિટી કારના ફિફ્થ જનરેશન મોડેલનું ધમાકેદાર લોન્ચિંગ

- text


અનેકવિધ આધુનિક સુવિધાઓથી સજ્જ હોન્ડા સિટી કારના આ લેટેસ્ટ મોડેલને લોકો તરફથી મળી રહ્યો છે અભૂતપૂર્વ પ્રતિસાદ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હોન્ડા કારના ચાહકો માટે ખુશખબર આવી છે. આન હોન્ડા દ્વારા હોન્ડા સિટી કારના ફિફ્થ જનરેશન મોડેલનું ધમાકેદાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ કાર સૌથી આરામદાયક હોવાની સાથે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેને લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.

- text

સમગ્ર સૌરાષ્ટ્રમાં ખ્યાતનામ આન ગ્રુપ દ્વારા રાજકોટના આન હોન્ડા ખાતે હોન્ડા સિટી કારનું ફિફ્થ જનરેશન મોડેલ શાનદાર રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ પ્રસંગે આન ગ્રુપના નીતિનભાઈ રાયચુરા અને શ્યામભાઈ રાયચુરાએ જણાવ્યું હતું કે સેડાન કાર સેગમેન્ટમાં હોન્ડા સિટી કારનું ફિફ્થ જનરેશન મોડેલ રાજકોટમાં લોન્ચ કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ. આ કારના ફીચર જોઈએ તો ભારતની ઓટો ઇન્ડસ્ટ્રીમાં એલેક્સ રિમોટ કેપેબિલિટી ધરાવતી સૌ પ્રથમ આ શ્રેણીની કાર બની રહેશે. આ મોડેલમાં લેન વોચ કેમેરા, વન ટચ ઇલેક્ટ્રિક સન રૂફ, વહીકલ સ્ટેબિલિટી આસિસ્ટ વિથ એજાઈલ હેન્ડલિંગ આસિસ્ટ, અડધો ડઝન એરબેગ સહિતના ફીચર્સ પ્રથમ વખત સમાવેશ કરાયા છે.

આન હોન્ડાના શ્યામભાઈ રાયચુરાએ જણાવ્યું કે હોન્ડા શ્રેણીની કાર ગ્રાહકોનો ભરોસો જીતવામાં હમેશા અવ્વલ રહી છે. હોન્ડા કારના ચાહકો તેના નવા મોડેલની રાહમાં હોય છે. આન હોન્ડા દ્વારા ફિફ્થ જનરેશન હોન્ડા મોડેલને લોન્ચિંગ કરાયું એટલે તુરંત જ અપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.

હોન્ડાના ફિફ્થ જનરેશન મોડેલના બુકીંગ માટે આન હોન્ડા, ડીપીએસ સ્ફુલ પાસે, બાની વાડી નજીક, રાજકોટ હાઇવે, મોરબી મો.નં. 7211153467 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text