ટંકારાના બંગાવડી ગામ પાસેનો બેઠો પુલ તૂટ્યો

- text


ધ્રોલ તરફ આવવા – જવા માટે હવે વાહનચાલકોને 20 કિમિનું ચક્કર લગાવવું પડશે

ટંકારા : ટંકારાના બંગાવડી ગામ પાસેનો પુલ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે. આ પુલ તૂટી જતા તેની ઉપરથી વાહન પસાર થઈ શકે તેમ ન હોય ધ્રોલ તરફ આવવા કે જવા માટે હવે વાહન ચાલકોને 20 કિમિનું ચક્કર લગાવવું પડશે.

- text

ટંકારાનો બંગાવડી ડેમ ગઈકાલે ઓવરફ્લો થયો હતો. ત્યારે આ ડેમનું પાણી બંગાવડી ગામ પાસે આવેલા પુલ ઉપરથી જઈ રહ્યું હતું. આ પાણી આજે ઓસરતા પુલ તૂટી ગયો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ અંગે ગામના સરપંચ જીજ્ઞેશભાઈ દેત્રોજાએ જણાવ્યું કે જિલ્લા પંચાયત હસ્તકનો આ પુલ તૂટી ગયો છે. અગાઉ પણ પુલની હાલત ખરાબ હોય વારંવાર રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હાલ અહીંથી વાહનો પસાર થઈ શકે તેમ નથી. જેથી ધ્રોલ તરફ આવવા કે જવા માટે હવે વાહનચાલકોને 20 કિલોમીટર ફરવું પડશે.

- text