મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે કૃષિ સલાહ

- text


મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ગોરખીજડીયા, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, મોરબી તરફથી સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ દીલીપભાઈ સરડવા અને વિષય નિષ્ણાંત ડો. હેમાંગીબેન મહેતાની યાદી જણાવે છે કે ખેડુતો માટે ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના ઉતર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના મોરબી જીલ્લામાં આગામી તા.૦૨-૦૭-૨૦૨૦ થી તા.૦૫-૦૭-૨૦૨૦ દરમ્યાન હવામાન ભેજવાળું અને વાદળછાયું રહશે. તા. ૦૨ અને ૦૫-જુલાઈના રોજ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. પવનની દિશા નૈઋત્યની રહેવાની અને પવનની ઝડપ ૧૫ થી ૨૧ કીમી/કલાક રહેવાની શક્યતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૭-૪૦ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૭-૨૮ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

- text

- text