મોરબીના નહેરુગેઇટ વિસ્તારમાં રહેતા 55 વર્ષના પુરૂષ કોરોનાથી સંક્રમિત

- text


કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી : રાજકોટ સિવિલમાં દાખલ કરાયા બાદ આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મોરબી : મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે કોરનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. ગઈકાલે બે કેસ બાદ આજે નહેરુગેઇટ વિસ્તારમાં રહેતા 55 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ અંગે આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ નેહરુગેઇટ વિસ્તારમાં આવેલી વાજા વાળી શેરીમાં રહેતા 55 વર્ષના રમણિકભાઈ પિત્રોડા નામના વ્યક્તિને ગઈકાલે કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આ કોરોના પોઝિટિવ વ્યક્તિની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હજુ માલુમ પડેલ નથી. હાલમાં આરોગ્ય સહિતના વિભાગ દ્વારા પોઝિટિવ કેસના રહેણાંક વિસ્તારમાં તકેદારી માટેના પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text