મોટી રાહત : મૃતક કોરોના દર્દીના પરિવારજનો સહિતના લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ

- text


મૃતક બેન્ક કર્મીની સાથે કામ કરતા બે લોકોના રિપોર્ટ પણ નેગેટિવ : ગુરુવારે લેવાયેલા તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો

મોરબી : મોરબી જિલ્લામાં મંગળવારે એક સાથે બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં રવાપરના પોઝિટિવ દર્દીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ત્યારે ગઈકાલે ગુરુવારે રવાપરના મૃતક કોરોના પોઝિટિવ દર્દીના 3 પરિવારજનો અને તેમના 2 સહ કર્મી સહિત કુલ 56 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે તમામ સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા મોરબી માટે મોટી રાહતના સમાચાર છે.

- text

કોરોના પોઝિટિવ જાહેર થયેલા રવાપર ગામમાં રહેતા બેંકના કેશિયર હેમાંગભાઈ વજરીયાનું રાજકોટ ટૂંકી સારવાર દરમિયાન કોરોનાના કારણે મૃત્યુ નિપજતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. જેના પગલે ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા રવાપરના મૃતક પોઝિટિવ દર્દીના 3 પરિવારજનો અને તેમની સાથે સરદાર બાગ સામેની એસબીઆઈ બેંકમાં કામ કરતા બે સહ કર્મીઓના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં 50 લોકોના કોરોના ટેસ્ટ માટે સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આમ ગઈકાલે લેવાયેલા મૃતક કોરોના પોઝિટિવના પરિવારજનો સહિત તમામ લોકોના સેમ્પલનો કોરોના રિપોર્ટ આજે નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text